Al-Khalil Tours & Travels - Hajj and Umrah

Al-Khalil Tours & Travels - Hajj and Umrah Hajj, Umrah, and International tour operator in Gujarat, India
(1)

22/06/2024
AL KHALIL TOURS AND TRAVELS LLPHAJJ 2024
08/06/2024

AL KHALIL TOURS AND TRAVELS LLP
HAJJ 2024

02/06/2024

હજ ગાઇડ: ૨૦૨૪

હાજીઓ માટેની કેટલીક યાદ રાખવાની મહત્ત્વની બાબતો

(ભાગ: ૪)

હજના દિવસોમાં યાદ રાખો:

હજના દિવસો આવતા બે ત્રણ દિવસ પહેલાં જ આઝીઝિયાથી હરમની બસ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. આ દિવસોમાં તમામ હાજીઓ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખે અને હજના દિવસોમાં ફિટ રહેવાય તે માટે આ દિવસોમાં ઉમરાહ કરવાનું પણ ટાળવું જોઈએ.

હજના દિવસોથી ત્રણ ચાર દિવસ પહેલાં જો હરમમાં જવું હોય તો પ્રાઇવેટ ટેક્સી કરીને જવાનું રહેશે, જેનું ભાડું આ દિવસોમાં ખૂબ વધારે વસૂલ કરે છે. તેથી ગ્રુપ બનાવીને જવું અને શેયરિંગ ટેકસી કરીને જવાનું રાખવું.

હજના દિવસોમાં તમારી બિલ્ડિંગ ઉપર મુઅલ્લિમના માણસો કે હજ કમીટીના માણસો વિવિધ કાર્ડ જેમકે મિનામાં રહેવા માટેનો ખેમા કાર્ડ, જો મેટ્રો સર્વિસ મળશે તો મેટ્રોની ટિકિટ, ફુડ કુપન, જો હજ કમીટીથી કુરબાની કરવાની હશે તો તેનું અદાહી કુપન વગેરે આપવા આવશે, ત્યારે રૂમમાંથી કોઈ એક જણને ફરજિયાત હાજર રહેવું.

CJI જનાબ શાહિદ આલમ સાહેબના જણાવ્યા મુજબ આ વખતે ઇન્ડિયન હાજીઓ માટે સઉદી સરકારે ૫૦ હજાર જેટલા હાજીઓ માટે મેટ્રો ટ્રેનની સર્વિસ આપવાનું નક્કી કર્યું છે. આ સર્વિસ કોને મળશે તે નક્કી નથી. રેન્ડમલી અમુક બિલ્ડિંગોના હાજીઓને આ ટિકિટો મળશે, ત્યારે આ ટિકિટો સાચવી રાખવી. મેટ્રોમાં સફર માટે ખૂબ કામ લાગશે.

હજના અલગ અલગ સ્થળોના આશરે અંતર:

અઝીઝિયાથી મિનાનું અંતર આશરે ૩ થી ૪ કિ.મી. છે.
મસ્જિદે હરામથી મિનાનું અંતર ૮ કિ.મી. છે.
મિનાથી અરફાતનું અંતર ૧૩ કિ.મી. છે.
અરફાતથી મુઝદલિફાનું અંતર ૮ કિ.મી. છે.
મુઝદલિફાથી મિનાનું અંતર ૪ કિ.મી. છે.
મિનાથી જમરાતનું અંતર ૨ થી ૩ કિ.મી. છે.

જો શક્ય હોય તો હજથી બે ચાર દિવસ પહેલાં પોતાની બિલ્ડિંગ પરથી મિના જવાના રસ્તા અને ખેમાના લોકેશન વગેરેની માહિતી મળી રહે તે માટે એક વાર ત્યાંનો ચક્કર લગાવી લેશો તો ફાયદો થશે.

હજના દિવસોમાં મશાઇરની દરેક વ્યવસ્થા સાઉદી ઓથોરિટીના હાથમાં હોય છે, તેથી આ દિવસોમાં અપાતી સૂચનાઓ અને આદેશોનું પાલન કરવામાં જ આપણી અને દરેક હાજીની સેફટી અને સલામતી છે.

હજના સફરમાં હાજીઓને દરેક જાતની સહુલત મળી રહે તે માટે આ વખતે હજ કમીટી તરફથી "હજ સુવિધા એપ" લોન્ચ કરવામાં આવી છે, તે એપ દરેક હાજીએ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી રાખવી.

એપના ફીચર્સમાં જે જે સહુલતો છે, તે કોઈ જાણકાર પાસેથી સમજી લેવી. આ અંગેની માહિતી માટે હજ કમીટીની ચેનલ પર અથવા યુટ્યુબ ઉપર આ વિશે કેટલાક વીડિયોઝ છે, જે જોઈ લેવા.

જો તમને હજ કમીટી મારફત કુરબાની કરવાની ન હોય તો હજના દિવસોથી આઠ દસ દિવસ પહેલાં જ આ વિશેની બધી ગોઠવણ કરી દેવી. ઓથોરાઇઝ્ડ અને સાઉદી સરકાર માન્ય એજન્સીઓ મારફત કુરબાની કરો એ સૌથી બેસ્ટ રહેશે, તેમનો ભાવ લગભગ ૭૦૦ થી ૭૫૦ રિયાલ જેટલો છે. ટૂંકમાં જ્યાં પણ કુરબાનીની વ્યવસ્થા કરો ત્યાં પહેલાં બધી રીતે ખાતરી કરી લો, ભરોસાપાત્ર અને ઇમાનદાર હોય તેવા જ લોકો પાસે કુરબાની કરાવો. કુરબાનીના મામલે ઘણા ઠગ લોકો એક્ટીવ હોય છે, તેથી સાવચેત રહેવું.

બાકી આવતા ભાગમાં...

Address

Shop No. 1, Century Apartment, Behind Juhapura Bus Stop, Juhapura
Ahmedabad
380055

Telephone

+917600313838

Website

Alerts

Be the first to know and let us send you an email when Al-Khalil Tours & Travels - Hajj and Umrah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Al-Khalil Tours & Travels - Hajj and Umrah:

Videos

Share

Category