09/12/2020
કચ્છ ને નજીક થી ઓળખીએ ને સમજીએ🌧️🌧️🌧️🌧️🌧️
કચ્છ જીલ્લો
જિલ્લામથક :
ભુજ
જિલ્લાની રચના :
૧ મે, ૧૯૬૦ ગુજરાત રાજ્યની સ્થપના સમયે કચ્છ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
ક્ષેત્રફળ:
૪૫૬૫૨ચો. કિમી.
સ્થાન અને સીમા:
પૂર્વ : રાજસ્થાન રાજ્ય અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીજિલ્લો
પશ્ચિમ : અરબ સાગર
ઉત્તર : કચ્છ જિલ્લા ની ઉત્તરે ૫૧૨ કિલોમીટર લાંબી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ
દક્ષિણ : અરબ સાગર
તાલુકાઓ :
(૧) ભુજ (૨) લખપત (૩)અબડાસા (નલિયા) (૪) નખત્રાણા (૫) માંડવી (૬) મુન્દ્રા (૭) અંજાર (૮) ભચાઉ (૯) રાપર (૧૦) ગાંધીધામ.
વાહનનો RTO રજીસ્ટ્રેશન નંબર :
GJ-૧૨
નદીઓ :
રુક્માવતી, સુવિ, માલણ , સારણ, ચાંગ, નારા, ખાટી, કાલી, કનકાવતી, ઘુરુડ, મિતિ, પંજોરા, સાકર, રુદ્રમાતા, ભૂખી, વેખડી, ખારોડ
નદીકિનારે વસેલાં શહેર :
રામપર વેકરા જે રુકમાવતી નદી પર આવેલું છે.
ડુંગર :
ભૂજિયો , ધિણોધર, કન્થકોટ, હબા, ખાવડો, લીલિયો, ગારો, ખાત્રોડ, કીરો , ધબવો, માંડવા, જૂરા, વરાર, ઉમિયા, ખડિયો
વિશેષતા:
કર્કવૃત્ત કચ્છ જીલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
વિસ્તારનીદ્રષ્ટીએ કચ્છ જીલ્લો ભારતનો સૌથી મોટો જીલ્લો છે.
કચ્છજીલ્લો એ ગુજરાત રાજ્યનો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જીલ્લો છે.
ગુજરાત રાજ્યમાં મેન્ગ્રોવ જંગલો ધરાવતો સૌથી મોટો જીલ્લો છે.
વિસ્તારની દ્રષ્ટી એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર રણ અભયારણ્ય જે રાપર તાલુકામાં આવેલું છે.
વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનું સૌથી નાનું અભયારણ્ય કચ્છ અભયારણ્ય જે અબડાસા તાલુકામાં આવેલું છે.
ગુજરાત રાજ્યનો સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જીલ્લામાં આવેલો છે.
ગુજરાતમાં સૌથી વધારે નદીઓ કચ્છ જીલ્લામાં આવેલી છે, નદીઓની સંખ્યા ૯૭.
ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝીયમ : કચ્છ મ્યુઝીયમ જે ભુજમાં આવેલું છે.
કચ્છ દરિયાકિનારાનો મેદની પ્રદેશ કંઠીનું મેદાન કહેવાય છે.
કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ ને વાગડનું મેદાન કહે છે.
બંદર:
કંડલા, કાટેશ્વર , જખૌ, માંડવી, મુંદરા અને તૃણા
સિંચાઈ યોજના :
રૂદ્રમાતા નદી જે ખારી નદી પર બંધ બાંધવામાં આવેલો છે.
અભયારણ્ય :
સુરખાબનગર અભયારણ્ય જે રાપર તાલુકામાં આવેલું છે.
કચ્છ અભયારણ્ય જે અબડાસા તાલુકામાં આવેલું છે.
નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય જે લખપત તાલુકામાં આવેલું છે.
ડેરી ઉદ્યોગ :
માધાપર ડેરી
ખનીજ :
લિગ્નાઇટ, બેન્તોસાઇત અને ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં પ્રથમ
ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો પાન્ધ્રો ખાતે મળી આવે છે.
ચિરોડી, ફાયર કલે, મુલતાની માટી વગેરે ખનીજો મળી આવે છે.
ઉદ્યોગો :
અંજારમાં છરી, ચપ્પાં, સુડી વગેરે બનાવવાનો ઉદ્યોગ છે.
કંડલા ખાતે ઇફકો ખાતર બનાવવાનું કારખાનું છે.
કચ્છમાં રાખદાની, પાનદાની, ફૂલદાની વગેરે બનાવવાનો ઉધોગો વિકસ્યો છે.
પાન્ધ્રો અને કંડલામાં થર્મલ વિધુતમથક છે.
ભુજ સોના- ચાંદીના કલાત્મક આભૂષણો માટે જાણીતું છે.
ભુજ, માંડવી અને અંજારમાં ચુંદડી, સાફા, ચાદર, રૂમાલ વગેરે પર રંગતી કરવામાં આવે છે.
માંડવીના મોચી અને ખાવડાના મતવા કોમના લોકો મોચી ભરત કરે છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ :
૪૧, ૧૪૧ અને ૨૭ રાષ્ટ્રીય ધોરી માર્ગો આ જીલ્લામાંથી પસાર થાય છે.
વાવ :
દુધિયા વાવ
તળાવ અને કુંડ :
કુલસર તળાવ જે ભદ્રેશ્વર માં આવેલું છે.
ગંગાજી અને જમનાજી કુંડ જે રામપર વેકારમાં આવેલા છે.
ચકાસર તળાવ જે શાન્ખાસાર ખાતે આવેલું છે.
દેસલપર અને હમીરસર તળાવ જે ભુજમાં આવેલું છે.
નારાયણ સરોવર જે કાલીકુંડ ખાતે આવેલું છે.
પાંડવ કુંડ જે ભદ્રેશ્વર માં આવેલો છે.
લોકમેળો :
કારતક સુદ પુનમનો ગંગાજીનો મિલો જે રામપર વેકરા ખાતે ભરાય છે.
ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો.
જખનો મેળો જે કાકભીઠમાં નખત્રાણા પાસે
રવેચીનો મેળો જે રાપર ખાતે ભરાય.