27/07/2023
વાસ્તવિક શિક્ષા
ટી.એન. શેષાન મુખ્ય ચુંટણી કમિશ્નર હતા. પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. રસ્તામાં એક બગીચા પાસે રોકાણા. બાગના એક ઝાડ પર સુગરીનો માળો હતો. એની પત્ની કહે, મને આ માળો મંગાવી આપો; મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડને કીધું, આ માળો લાવો. સિક્યુરીટી ગાર્ડ પાસે જ ઘેટાં બકરા ચરાવતા એક અભણ છોકરાને કહે છે કે, આ માળો ઉતારી દે તો તને બદલામાં દસ રૂપિયા આપીએ. પણ છોકરાએ ના પાડી. શેષાન સાહેબ ખુદ ગયા અને છોકરાને પચાસ રૂપિયા આપવાની ઓફર કરી તો પણ છોકરાએ માળો લાવવાની ના પાડી ને કીધું કે, સાહેબ માળામાં સુગરીનાં બચ્ચાં છે. સાંજે જયારે એની મા ભાેજન લઈને આવશે તો બહુ દુ:ખી થાશે; એટલે તમે ગમે એટલા રૂપિયા આપો તો પણ હું માળો નહીં ઉતારું.
આ ઘટના પછી ટી.એન. શેષાન સાહેબ લખે છે કે, મને આજીવન અફસોસ રહ્યો કે જે અભણ છોકરો વિચારતો હતો એવો વિચાર અને સંવેદના મને એક ભણેલ ગણેલ IAS ને કેમ ના આવી ?
એમણે કહ્યું કે એ બાળકની સામે મારું IAS પદ, પ્રતિષ્ઠા ધૂળ બરાબર થઈ ગયું.
શિક્ષા, પદ, પ્રતિષ્ઠા કે સામાજિક સ્થિતિ માનવતાનો માપદંડ નથી, પ્રકૃતિને જાણવી, સમજવી એ જ જ્ઞાન છે.
જીવન ત્યારે આનંદદાયક થાય જયારે બુદ્ધિ્, જ્ઞાન સાથે સંવેદના હોય.
ટુંકમા ડીગ્રી માત્ર આધાર છે,જિંદગી નહીં.😊🙏🏻