14/08/2022
Study in Canada:
કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, વિઝા માટે લાંબી રાહ જોવી નહીં પડે.
વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાના આકર્ષણમાં વધારો થયો છે. કેનેડા જવું પ્રમાણમાં સહેલું છે અને ત્યાં હાયર એજ્યુકેશનનો સ્કોપ પણ ઘણો વધારે છે. કેનેડા પાસે હાલમાં વિઝાની એપ્લિકેશન્સનો ઢગલો થયો છે જેના નિકાલમાં ઘણો સમય લાગે તેમ છે પરંતુ હવે આ માટેનો વેઈટિંગનો ગાળો 9 અઠવાડિયા જેટલો ઘટી જશે.
* મોટા ભાગની એસડીએસ અરજીઓ 20 દિવસની અંદર પ્રોસેસ થઈ જાય છે.
* અગાઉ વિઝાની અરજીના પ્રોસેસિંગમાં 12 અઠવાડિયા જેટલો સમય લાગતો હતો
* તમામ કાગળ તૈયાર હોય તો અરજી ક્લિયર થવામાં ઝડપ થશે.
કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે
તમે અભ્યાસના પ્રથમ વર્ષ દરમિયાન તમારી ટ્યુશન ફી ચુકવી છે તેનો પૂરાવો.
10 હજાર કેનેડિયન ડોલરનું ગેરંટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC).
તમે ક્યુબેકમાંથી ભણવા માંગતા હોવ તો મંત્રાલયનો પત્ર આપવો પડશે.
અરજી કરતા પહેલાં મેડિકલ એક્ઝામ
તમે અરજી કરો તે પહેલા પોલીસ સર્ટિફિકેટ
તમારી તાજેતરની સેકન્ડરી અથવા પોસ્ટ-સેકન્ડરી ટ્રાન્સસ્ક્રિપ્ટ
તમારી સ્ટડી પરમિટને ઝડપથી મંજૂરી મળી જાય તે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ માટે કોઈ પેપર એપ્લિકેશન હોતી નથી. એક વખત તમે ફી ચુકવી દો ત્યાર પછી તમારી અરજી સબમિટ કરો. તમે જ્યારે બાયોમેટ્રિક્સ આપવા માટે આવો ત્યારે આ લેટર લઈ જવો જરૂરી છે. આ સાથે તમારો પાસપોર્ટ આપવાનો રહેશે. રૂબરૂમાં બાયોમેટ્રિક્સ આપવા માટે તમારી પાસે 30 દિવસનો સમય છે. એક વખત બાયોમેટ્રિક્સ અપાઈ જાય ત્યાર પછી 20 દિવસની ટાઈમલાઈન શરૂ થાય છે.