18/05/2023
આજકાલ બહુ ચાલ્યું છે
ઓછા બેન્ડ માં કેનેડા, uk, ઓસ્ટ્રેલિયા, usa ચાલો...વગેરે વગેરે..
ઓછા બેન્ડ હશે તો પણ વર્ક, સ્ટુડન્ટ, pr વિઝા અપાવી દઈશું.
શું એ શક્ય છે તો જવાબ છે લગભગ "ના".!!
Ielts અને pte જેવી એક્ષામ એટલા માટે લેવા માં આવે કે તમારી અંગ્રેજી પર પક્કડ કેટલી છે.!!!!
હવે તમે ઓછા બેન્ડ લાવો તો પણ તમને વિઝા મળી જશે એવું તમને એજન્ટો દ્વારા કહેવામાં આવે છે.
પણ એ લગભગ શક્ય નથી.
જો તમારા દરેક ફોર્મેટ માં ઓછા માં ઓછા 6 બેન્ડ આવે છે તો જ ત્યાંના દેશ દ્વારા તમારી ફાઈલ પકડવામાં આવશે બાકી એજન્ટો પૈસા ભરાવી ને, એમની ફિસ ઊભી કરી ને કા તો ખંખેરી ને તમને ઉલ્લુ બનાવસે.
અને પછી છેલ્લે એવું કહેવામાં આવે છે કે, નિયમો બદલાઈ ગયા છે અને આ પ્રોગ્રામ એ દેશે change કર્યો છે એટલે તમારે 6 બેન્ડ લાવવા જ પડશે.
બસ, હવે તમે ફસાઈ ગયા traps માં અને સહુથી મોટી વાત તમારા રૂપિયા પણ ફસાઈ ગયા અને ભરેલા એડવાન્સ રૂપિયા પાછા પણ નહિ મળે કેમકે તમારી જોડે પહેલે થી જ terms and consition letter માં સહી કરાવી લીધી હશે.
જો ઓછા બેન્ડ માં તમને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે તો સમજો કે ત્યાંની કોઈ private કૉલેજ માં અને ઊંચી ફીસ માં તમારે જવું પડશે અને તમને સ્કોલરશીપ નહિ મળે કા તો બેકાર દૂર ની કોલેજો પધરાવી દેવામાં આવે છે. એટલે તમારો વર્ષે 30 લાખ નો ખર્ચો પાક્કો.
∆ ઉપાય જો ઓછા બેન્ડ હોય તો...
1.કોઈ પણ એજેન્ટ ને ફાઈલ આપતા પહેલા દરેક ફોર્મેટ મા 6 બેન્ડ લાવી દો.
2. એજેન્ટો દ્વારા તમારી પ્રોફાઇલ ઇવેલ્યુસન કરવાનું કહેવામાં આવશે એના 3000 થી 5000 charge કરશે. ગૂગલ પર જે તે દેશ ની સાઇટ ઉપર થી તમે એ ફ્રી માં કરી શકો છો.
3. એજેન્ટ ને કહો કે ડાયરેક્ટ ફાઈલ મૂકે અને તમારો ચાર્જ અડધો જ આપવામાં આવશે બાકી ના રૂપિયા બાયોમેટ્રિક કે interview date કન્ફર્મેશન વખતે આપી દેવા માં આવશે - અને એજન્ટ પેહલા ફીસ અને પછી જ આગળ ફાઈલ વધશે એવું કહે તો ઊભા રહી જજો જો તમારા બેન્ડ ઓછા હોય તો કેમકે એના 99% chances છે કે તમારી ફાઈલ રિજેક્ટ થશે.
4. ઉતાવળ ના કરો અને ઓછા માં ઓછા 9 થી 10 એજેન્ટો ને મળી ને પછી જ નિર્ણય લો. અને પહેલા તો પૂરા પૈસા ભરવાની વાત આવે તો બિલકુલ ના કરતા. નવા એજન્ટ ને મળતા વખતે પહેલા કોઈ એજેન્ટ ને મળ્યા હતા અને એને શું કહ્યું હતું એ કાઈંજ કોઈ નવા consultant ને કહેવાની જરૂર બિલકુલ નથી બસ data collect કરો અને એ શું ઓફર આપે છે એ જ સાંભળો. બસ.
5. Most important IELTS અને PTE નું પરિણામ આવ્યા પછી જ ફાઈલ ની પ્રોસેસ ચાલુ કરો. IELTS અને PTE ની VALIDITY maximum 2 વર્ષ ની હોય છે. એટલે તમારી જોડે 2 વર્ષ નો સમય છે.
6. એજેન્ટ ને પહેલી જ મુલાકાત માં પૂછી લો કે ટોટલ કેટલા રૂપિયા થશે અને એ સિવાય ના બીજા direct online કેટલા ભરવાના થશે. કેમકે પાછળ થી તમારે એમ્બેસી ની ફીસ ઓનલાઇન ભરવાનું ગતકડું કાઢસે જ. એટલે બધું including હોય એવી ચોખવટ કરી ને આગળ વધો.
7. જો જોબ લેટર આપવામાં આવે તો google પર જઈને એ કંપની સર્ચ કરો કે એ કંપની really માં છે કે નહિ. અને contact લીસ્ટ માં જઈ ને ફોન નંબર લઇ ને કોલ કરો અને જો એ ના થઈ શક્તું હોય તો ઈમેઈલ કરી ને કન્ફર્મ કરો કે જોબ લેટર તમને જે ઇસ્યુ કર્યો છે એ ખરેખર સાચું છે કે નઈ. કેમકે ત્યાંના ઘણા લોકો આવા ખોટા ખોટા જોબ letters બનાવવાનો ધંધો કરે છે અને રૂપિયા કમાય છે.
8. જોબ ના પ્રૂફ માટે લેટર માં જો કંપની ના ઈમેઈલ એડ્રેસ ની પાછળ // એવું કઈ આવતું હોય તો ફ્રોડ છે. પાછળ "xyz123@કંપની." નું નામ જ હોવું જોઈએ એ યાદ રાખજો. અને જોબ લેટર આપતી કંપની નું ઈમેઈલ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર google પર થી જ લેવાનું, કેમકે જોબ લેટર fake હશે તો offer લેટર માં ઈમેઈલ એડ્રેસ ને ફોન નંબર પણ ખોટું જ હશે. એટલે એવી ભૂલ ના કરતા.
(નોંધ: બનેલા કિસ્સા અને સાંભળેલા ફ્રોડ ઉપર થી અભ્યાસ કરેલ છે. બાકી તમને જે ઠીક લાગે એ કરી શકો છો. આ માહિતી યોગ્ય લાગે અને એ તમારા કામ માં આવે એટલું જ..)
- Reva Travels