મોબાઈલ એ અત્યારના યુગનો બહુ મોટો શ્રાપ બની ગયો છે એમ લાગે છે. મોટા ભાગના દરેક ઘરોમાં વડીલો, જુવાનિયા કે પછી બાળકો મોબાઈલ વગર જાણે એવી રીતે વર્તન કરે છે કે જેમ પાણી વગર માછલી!
મારી જ વાત કરું તો દિવસનો ઘણો સમય હું મોબાઈલ પર પસાર કરું છું. હા મારી પાસે ઘણા કારણો છે કે મારે મોબાઈલ સાથે રહેવું પડે છે પણ હું ચોક્કસ આ મોબાઈલ વાપરવાના સમયમાં ઘટાડો કરી શકું છું.
ઘણા નાના બાળકો જમતી વખતે જે રીતે ફરજિયાત મોબાઈલ જોઈને જ જમે છે એ કેવી આદત છે? તે રીતે પહેલાં લોકો સાથે મળીને ટીવી જોતા એની જગ્યાએ બધા પોતપોતાના મોબાઈલમાં વિડિયો જોઈને સમય પસાર કરે છે એ કેવું છે?
ડો. Pulin Vasa સાહેબ કહે છે કે મોબાઈલ નો વપરાશ એક ભયજનક વ્યસન બનતું જાય છે. જેમ બીજા વ્યસનો રોગ નોતરે છે એમ આ વ્યસન પણ માણસને માનસિક અને શારીરિક તકલીફો તરફ લઈ જઈ રહ્યું છે.
આપણી આજુબાજુમાં ઘણી વાર આપણે જોઈએ છીએ કે મોબાઈલ પર ગેમ કે જ
પોલીસ ના નામે પૈસા માંગતા સાયબર અપરાધીઓ
મિત્રો શનિવારે સવારે મને વોટસએપ પર એક કોલ આવ્યો. મને કહેવામાં આવ્યું કે મારા 18 વર્ષના દીકરા ને પોલીસે એક રેપ કેસમાં પકડ્યો છે અને એના પર કાર્યવાહી ન થાય તે માટે રૂપિયા 50,000 ની એકદમ જલદીમાં માંગણી કરી. મને અલગ અલગ 2 નંબર પણ આપવામાં આવ્યા upi ટ્રાન્સફર માટે.
મને પહેલી જ સેકન્ડ થી ખબર હતી કે આ એક ફ્રોડ કોલ છે એટલે મે શરૂઆતથી જ બીજા ફોન થી આ આખા એપિસોડ ને રેકોર્ડ કર્યો. મે આ લોકોની ફરિયાદ કરી નાખી છે.
અહીં આ પોસ્ટ મૂકવાનો એક જ હેતુ છે કે આપના માંથી કોઈ આવા સાયબર ક્રાઇમ નો ભોગ ન બને. તમે પણ સૌ સાવચેત રહો અને કોઈ પણ આવી રીતે પૈસા માંગે તો બિલકુલ ડરો નહિ. કાયદો વ્યવસ્થા લોકો ને બચાવવા માટે છે અને નહિ કે ડરાવવા માટે. એટલે આવો કોઈ પણ કોલ આવે તો ડરવું નહિ અને સીધું સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરવી. ફરિયાદ કરવા માટે ની લિંક નીચે આપી છે.
https://cybercrime.gov.in/
#cybersecurity #cybercrime #digitalarrest #crime #besafe #bealert #mandvitourism #staysafe #polic
આજના સોશિયલ મીડિયાના યુગમાં લગભગ દરેક નાં હાથમાં મોબાઈલ આવી ગયો છે. સોશિયલ મીડિયાના ફાયદા ઘણા છે પણ તે સાથે એના નુકસાન પણ ઘણા છે.
સ્વસ્થ રહો - મસ્ત રહો ની સિરિઝ નાં આ એપિસોડ માં ડો. @pulinvasa કહે છે કે છેલ્લા અમુક વર્ષોમાં સોશિયલ મીડિયા પર કહેવાતા ઈનફ્લુએન્સર લોકો કોઈ પણ જાતના વૈજ્ઞાનિક પુરાવા વગર કે અભ્યાસ વગર લોકો નાં સ્વાસ્થ્ય સંબંધિત દવાઓ કે ઉપચાર ને પ્રમોટ કરતા રિલ્સ, વીડિયો કે પોસ્ટ બનાવી ને નાખે છે. ખરેખર એમને આ પ્રમોટ કરવા માટે ઘણા બધા પૈસા અને બીજી સુખ સગવડો મળતા હોય છે. પણ આવી જાહેરાતો થી ભોળવાઈ ને ઘણા લોકો બહુ બધા પૈસા ખર્ચી અને આ પ્રોડક્ટ્સ કે નુસખા ઉપયોગ માં લે છે અને પછી તેમને આર્થિક અને ક્યારેક તો શારીરિક નુકસાન પણ થાય છે. એટલે ઇન્ટરનેટ પર આવતા દરેક વિડિયો ને પહેલાં ચકાસો અને પછી જ તમારા શરીર પર અખતરા કરો. ઈન્ટરનેટ પર દેખાતી દરેક વસ્તુઓ સાચી નથી હોતી. ત
બાડમેર પહોંચીને અમે ગયા કુશલ વાટિકા જ્યાં અમે એક રાત રહેવાના હતા.
કુશલ વાટિકા બાડમેરથી લગભગ 5 કિલોમીટર પહેલાં આવતું એક જૈન તીર્થ છે જ્યાં સંકુલમાં બહુ જ સુંદર દેરાસર, ભોજનશાળા, ધર્મશાળા, જૈન ઉપાશ્રય અને બહુ જ મોટી સ્કૂલ છે.
અહીં રહેવા માટે ઘણા બધા રૂમ છે જેમાં તમે અહી નાં નિયમો પ્રમાણે રહી શકો છો. સવારના નાસ્તા, બપોરના ભોજન અને સાંજના ચૌવિહાર માટેની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે.
સંકુલ ખૂબ જ મોટું છે અને એકદમ પોઝિટિવ વાઈબ્સ આપે છે.
બાડમેર માં ખાસ બીજી કોઈ સાઇટ સિયિંગ કરવાનું પ્લાન ન હતો. એટલે પહોંચીને 2 કલાક આરામ કર્યો. સાંજે નેશનલ હેન્ડલૂમ માં થોડી શોપિંગ કરી. રેલવે સ્ટેશન ની બહાર ફાસ્ટ ફૂડ માટે ઘણા બધા રેકડી વાળા ઉભે છે પણ ખાવાની બહુ મજા ન આવી.
રાત્રે જમવા માટે અમે ગયા ગુડહોલ રેસ્ટોરન્ટ. તમને મોટા ભાગના ટુરિસ્ટ અહી જ જોવા મળશે. અમે લોકોની ભીડ જોઈને જ અહી ગયા હતા જે અ
ડિસ્કવરી ચેનલ પર અત્યારે મિસ્ટ્રી હન્ટર પ્રોગ્રામમાં માંડવીમાં બનતા વહાણ વિશે દેખાડવામાં આવ્યું.
અત્યારે ન જોયુ હોય તો રિપીટ ટેલિકાસ્ટ જોવું
#discovery #mysteryhunters #mandvi #handmade #ships
Mandvi to Barmer
પહેલાં દિવસે 550 કિલોમીટર નું અંતર કાપીને બાડમેર પહોંચવાનું હતું. નીકળ્યા પહેલાં એકવાર એમ લાગ્યું કે બહુ લાંબુ થશે અને કેમ કરીને પહોંચશું! પણ મજાની વાત તો એ રહી કે લગભગ સવારે 6 વાગ્યે માંડવીથી નીકળ્યા બાદ અને 3 મોટા બ્રેક લીધા પછી પણ લગભગ બપોરે 4 વાગ્યે અમે બાડમેર પહોંચી ગયા!
માંડવી થી સવારે 5 વાગ્યે નીકળવાનું હતું પણ નીકળતા 6 વાગી ગયા. કહેવાય ને.જે થાય છે એ સારા માટે એટલે નાસ્તા ના બરોબર સમયે અમે નમસ્કાર તીર્થ પહોંચ્યા.ત્યાં દર્શન કર્યા અને મસ્ત નાસ્તો કર્યો. ત્યાંથી નીકળીને સીધા પહોંચ્યા અમારા દેવસ્થાન આડેસર. ત્યાં થી દર્શન કરીને નીકળી ગયા એક લાંબા સફર પર.
આડેસર થી થોડા આગળ ગયા હશું ત્યાં એક નવો એક્સપ્રેસ વે મેપ પર જોયો. મેપ એ લેવાનું કહી ન રહ્યું હતું પણ એમ થયું કે જો a રસ્તો લેશું તો મજા પડશે. એટલે થોડી વાર ત્યાં ઊભા રહી અને એક - બે ગાડી ને જતી જોઈ એટલે હિંમત
Morning @ Jaisalmer!
#jaisalmer #jaisalmerdiaries #desert #dunesbashing #dunes #desertdunes #desertsafari #tents #camping #glamping #birds #sparrow #chirping #birdschirping #serene #divine #morningvibes #goodmorning #padharomharedes #rajasthantourism #rajasthan #winter #vacation #bird #sparrows #roadtrip #wagonr