Devgadh Baria Town

Devgadh Baria Town Paris of Panchmahal

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવોદાહોદ : દાહોદ જિલ્લામાં આવેલ ત...
03/12/2024

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવો

દાહોદ : દાહોદ જિલ્લામાં આવેલ તમામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના અ. ના. પુ. ગ્રા. બા. વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : FCSCAD/NEW/e-file/5/2023/2275/B અન્વયે તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલિંગ કરી આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે વર્ષ - ૨૦૨૪ માં ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન એક સિલિન્ડરનો વિનામૂલ્યે લાભ મળવાપાત્ર છે. દાહોદ જિલ્લામાં ઘણા લાભાર્થીઓએ હજુ સુધી આ લાભ મેળવેલ નથી. જેથી તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.

વાહન અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થતો હોઈ અકસ્માતમાં ઘટાડો થાય જેથી લોકોની જિંદગી બચી શકે માટે શુક્રવારે સાગટાળ...
30/11/2024

વાહન અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થતો હોઈ અકસ્માતમાં ઘટાડો થાય જેથી લોકોની જિંદગી બચી શકે માટે શુક્રવારે સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં 7, રોડ વચ્ચે અડચણ રૂપ 1, દારૂ પીને વાહન હંકારવાનો 1 એમ કુલ 9 ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને મોટર સાયકલ ડીટેઇન કરવામા આવી હતી. તેમજ હેલ્મેટ 7, સીટ બેલ્ટ 3, સીટ બેલ્ટના બે કેસના સ્થળ પર 1000 દંડ કરવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીથી લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.



































••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

જેમાં અધિકારીઓ દ્વારા ગ્રામજનોના વિકાસલક્ષી પ્રશ્નો સાંભળી જે તે વિભાગને પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા જરૂરી સૂચન કરી માર્ગ...
29/11/2024

જેમાં અધિકારીઓ દ્વારા ગ્રામજનોના વિકાસલક્ષી પ્રશ્નો સાંભળી જે તે વિભાગને પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા જરૂરી સૂચન કરી માર્ગદર્શન અપાયું. તેમજ ગ્રામજનોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી લાભ લેવા સૂચન કરાયું.

દાહોદ જિલ્લામાં સાયબર ક્રાઈમના આરોપીઓને ઝડપી પાડવા, નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જ...
28/11/2024

દાહોદ જિલ્લામાં સાયબર ક્રાઈમના આરોપીઓને ઝડપી પાડવા, નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળતમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ, દાહોદ દ્વારા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે જેમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપી ગોધરાના કાકણપુર રામપુરાના લક્ષ્મણ પરમારએ ફરિયાદીને કહેલ કે "એક રીમોવા નામની એપ છે જેમા અલગ અલગ ટ્રોલી બેગ ખરીદવાની સ્કિમ છે જો તમે તેમા અમુક રકમ એડ કરશો તો તમને પણ ફાયદો થશે અમુક માણસોએ પોતાના ઘરેણા મુકીને પણ આ એપમાં રોકાણ કરે છે અને તેઓના રૂપિયા ડબલ થયા છે અને તેઓએ તે રૂપિયાથી બીજા ઘરેણા પણ લઇ લીધા છે. તેમ કહી તેમના મોબાઇલ ફોનમાં એક રીમોવા નામની એપ બતાવેલ અને તેને ઓપન કરેલ અને એપમાં રોકાણ કરવા માટે કહેતા હતા આમ આ કામના આરોપીએ ગુનાહિત કાવતરુ રચી રીમોવા નામની બનાવટી એપ્લીકેશન બનાવી તેમા ટ્રોલી બેગ તથા ટી-શર્ટની તેમજ અલગ અલગ સ્કિમો પર રુપિયાનુ રોકાણ કરાવી તેના પર ઉચુ વળતર આપવાની લાલચ આપી લોકોને વિશ્વાસમા લઇ સ્કિમ મુજબ રુપિયા પરત નહિ આપી રીમોવા એપ્લીકેશન બંધ કરી ફરીયાદી તથા સાહેદોને તેની સાથે સાયબર ફ્રોડ થયેલાનું જણાતા દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો હતો.



































••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

દેવગઢ બારીયા નગરમાં આવેલ બારીયા ઇમેજિંગ સેન્ટર ખાતે વધું એક સેવા ચાલુ કરાઈ.ઈમેજિંગ સેન્ટર ખાતે સોનોગ્રાફી સેન્ટરને રાજ્ય...
28/11/2024

દેવગઢ બારીયા નગરમાં આવેલ બારીયા ઇમેજિંગ સેન્ટર ખાતે વધું એક સેવા ચાલુ કરાઈ.
ઈમેજિંગ સેન્ટર ખાતે સોનોગ્રાફી સેન્ટરને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે સેવા ચાલુ કરાઈ.
એક્સ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફીની સેવા ચાલુ કરાઈ.




































••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

દાહોદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમા જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાન...
28/11/2024

દાહોદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમા જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો.

નગરપાલિકા દેવગઢ બારીઆ લોકાર્પણ / ખાત મુહૂર્ત કાર્યક્રમ દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસના કામોના ખાત મુહૂર્ત ...
25/11/2024

નગરપાલિકા દેવગઢ બારીઆ લોકાર્પણ / ખાત મુહૂર્ત કાર્યક્રમ
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસના કામોના ખાત મુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ના હસ્તે થયો



































••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

દેવગઢ બારીયા પો.સ્ટે. ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવ્યા તથા તેરા તૂજ...
24/11/2024

દેવગઢ બારીયા પો.સ્ટે. ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવ્યા તથા તેરા તૂજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત અરજદારોના ગુમ થયેલા મોબાઈલો જેની કિંમત રૂ.૧,૪૧,૯૯૮/-નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો તેમજ છેલ્લા માસ દરમિયાન પોલીસ જવાનો દ્વારા કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા પત્ર આપવામાં આવ્યા.



































PC :-
••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

દેવગઢબારિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ મહેસૂલી તલાટીશ્રીઓ તથા ગ્રામસેવક શ્રી ઓની સંયુક્ત બેઠક યોજાઈ ફાર્મર રજીસ્...
24/11/2024

દેવગઢબારિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ મહેસૂલી તલાટીશ્રીઓ તથા ગ્રામસેવક શ્રી ઓની સંયુક્ત બેઠક યોજાઈ ફાર્મર રજીસ્ટ્રી તથા તે અંતર્ગત પીએમ કિસાન ના લાભાર્થીઓની સૌપ્રથમ રજીસ્ટ્રેશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.



































••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

દાહોદ જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમા છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી સહિતના બનાવોમાં ઘરખમ વધારો નોંધાયો છે. બનાવની ગંભીરતા...
23/11/2024

દાહોદ જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમા છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી સહિતના બનાવોમાં ઘરખમ વધારો નોંધાયો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને આપવામાં આવેલ સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ આવા ગુનાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે ગતરોત દાહોદ એલસીબી પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ મળી કુલ 13 સ્થાનોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર આરોપીઓ દાહોદના માતવા ગામે જંગલમાં બનાવવામાં આવેલ ઓરડીમાં ચોરીના મુદ્દામાલની વહેંચણી એટલે કે, ભાગ પાડવા માટે ભેગા થનાર છે.

 

















☆ 

















••••••••••••••••••••••••••••••••••••••••



━━━━━━━━━━━━━━━━━━━━━

અમને તો કશો ફરક ના પડે અમને તો આવું જ ગમે... પાછા ૫૦૦-૫૦૦ લઈ લેવાના...
15/11/2024

અમને તો કશો ફરક ના પડે અમને તો આવું જ ગમે... પાછા ૫૦૦-૫૦૦ લઈ લેવાના...

દેવગઢ બારિયા તાલુકાના ઝાબીયા ગામે ખેતરેથી ચાલતા ઘરે જતા વૃધ્ધને બાઇકે અડફેટમાં લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અ...
15/11/2024

દેવગઢ બારિયા તાલુકાના ઝાબીયા ગામે ખેતરેથી ચાલતા ઘરે જતા વૃધ્ધને બાઇકે અડફેટમાં લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી બાઇક મુકી નાસી ગયેલા ચાલક સામે દેવગઢ બારિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
સૂત્ર ના હવાલેથી મળેલ માહિતી અનુસાર ગત તારીખ ૧૨-૧૧-૨૪ના રોજ ઝાબીયા ગામના વેડીયા ફળિયામાં રહેતા 60 વર્ષિય વૃધ્ધ રયલાભાઇ મંગાભાઇ પટેલ ગતરોજ ખેડા ફળિયા વાળા ખેતરેથી પરત પગપાળા ઘરે જતા હતા. તે દરમિયાન દારૂની ખેપ મારતા બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વૃધ્ધને અડફેટમાં લઇ અકસ્માત કરી મોટર સાયકલ મુકી નાસી ગયો હતો. વૃધ્ધ નીચે પટકાતા કાનમાંથી લોહી નિકળી જતા બેભાન થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઇજાગ્રસ્ત વૃધ્ધ રયલાભાઇને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખા અને ત્યાંથી વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું.

દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આવેલ વાવડીશેરી તેમજ ખોખાબજારમા એક મોટર સાઈકલ ઉપર 3 અજાણ્યા તસ્કરોએ 2 બંધ મકાનો...
08/11/2024

દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આવેલ વાવડીશેરી તેમજ ખોખાબજારમા એક મોટર સાઈકલ ઉપર 3 અજાણ્યા તસ્કરોએ 2 બંધ મકાનોના તાળા તોડી રોકડ રકમ અને સોનાના ચાંદીના દાંગીના મળી કુલ રૂપીયા 2.85 લાખની ઘરફોડ ચોરી કરી ફરાર થયેલા તસ્કરો પૈકી એક તસ્કરોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

મિત્ર મિલન એક અને મિત્ર મિલન બે સોસાયટીઓના મકાનમા તસ્કરો પ્રેવેસી ઘરનો સર સામાન વેરવિખેર કરી તસ્કરી કર્તા જેમાં મિત્ર મિ...
08/11/2024

મિત્ર મિલન એક અને મિત્ર મિલન બે સોસાયટીઓના મકાનમા તસ્કરો પ્રેવેસી ઘરનો સર સામાન વેરવિખેર કરી તસ્કરી કર્તા જેમાં મિત્ર મિલન બે ના એક મકાનમા તસ્કરો તસ્કરી કરી રહ્યા હતા તે વખતે ઘરના સભ્ય જાગી જતા આસપાસના લોકોને જાણ કરતા આસપાસના સોસાયટીના લોકો પણ જાગી જતા બૂમાબૂમ કરતા તસ્કરો માન સરોવર તરફ ભાગતા હતા ત્યારે બનાવની જાણ પોલીસને કર્તા પોલીસ પણ રાત્રિના ઘટના સ્થળે દોડી આવી હતી

કાર ચાલકની સાથે બેઠેલા 23 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમજ ટ્રેક્ટરમાં બેઠેલા ટ્રેક્...
05/11/2024

કાર ચાલકની સાથે બેઠેલા 23 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમજ ટ્રેક્ટરમાં બેઠેલા ટ્રેક્ટરના ચાલક સહિત 2 શખ્સોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે કાર ચાલક સ્થળ પર જ કાર મૂકી અંધારામાં પલાયન થઈ ગયો હતો. કારમાં ભરેલ વિદેશી દારૂની બોટલો રોડ પર વેરવિખેર થતા રાત્રિના અંધારામાં દારૂની બોટલો કેટલાક લોકો લૂંટી લઈ ગયા હતા.

Happy new year 🙏સાલ મુબારક
02/11/2024

Happy new year 🙏
સાલ મુબારક

દેવગઢ બારીઆ નગરમાં સર્કલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું હતું. પરંતુ વરસાદની આગાહી ના પગલે ખેલૈયાઓને ...
29/10/2024

દેવગઢ બારીઆ નગરમાં સર્કલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું હતું. પરંતુ વરસાદની આગાહી ના પગલે ખેલૈયાઓને ગરબા રમતા સમસ્યા ન આવે તે હેતુથી કામ ચલાઉ બ્લોક લગાવવામાં આવ્યા હતા.. જે નોરતા પૂર્ણ થતાની સાથે તે કાઢી લેવાયા હતા.
અત્યારે ફરીથી સારી ક્વોલિટી વાળા હેવી લોડ કેપેસિટી વાળા બ્લોકનું રીસ્ટોરેસન કરવામાં આવ્યું છે.

આ તૂટેલા ઢાંકણાઓ ના લીધે નગરજનોને હાલાકી વેઠવી ના પડે અને કોઈ અણબનાવ બને તે પેહલા તેનું સમારકામ કરવામાં આવે તેવી માગ માર...
21/10/2024

આ તૂટેલા ઢાંકણાઓ ના લીધે નગરજનોને હાલાકી વેઠવી ના પડે અને કોઈ અણબનાવ બને તે પેહલા તેનું સમારકામ કરવામાં આવે તેવી માગ માર્કેટ ના વેપારીઓની છે.

Address

Devgadh Baria Town
Devgadh Bariya
389380

Alerts

Be the first to know and let us send you an email when Devgadh Baria Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share