Porbandar.com

Porbandar.com પોરબંદરના અવનવા વિડિયો જોવા ફોલો કરો

27/01/2025
https://youtu.be/8DWsBMo-8-o?si=7Iisfhgead-FxlN3
26/01/2025

https://youtu.be/8DWsBMo-8-o?si=7Iisfhgead-FxlN3

2025 : Kinnar Akhara से जुड़े हर सवाल का जवाब | Prayagraj Kumbh | Akhara | Kumbh Mela 2025Mahakumbh Mela 2025 : संगम की धरती प्...

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર  વિજેતા બનાવો...26મી જ...
26/01/2025

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો...

26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.

પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/
• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL357026Choice NumberSend to 7738299899

વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો.

© Content owned, updated and maintained by the MyGov Cell. This website belongs to MyGov, Ministry of Electronics & Information Technology, Government of India. Platform is designed, developed and hosted by National Informatics Centre.

https://youtu.be/d7RPSLTG_k8 #મહાકુંભ,  ,  #મહાકુંભમેળો,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  #પ્રયાગરાજ,  ,  ,...
25/01/2025

https://youtu.be/d7RPSLTG_k8

#મહાકુંભ, , #મહાકુંભમેળો,
, , , , , , , , , , , , , , , #પ્રયાગરાજ, , , , #પ્રયાગરાજમહાકુંભ, , , , , #પ્રયાગરાજ_મહાકુંભ, #મહાકુંભ_મેળો, , , , #મહાકુંભ_પ્રયાગરાજ, , ,

#મહાકુંભ, , #મહાકુંભમેળો, mahakumbh ki video mahakumbh,mahakumbh prayagraj ka mahakumbh mela,mahakumbh kab se start hoga,mahakumbh 2025 offic...

https://youtu.be/Xo7u1un4Gt0?si=0pH52wADBGyjKM6p
22/01/2025

https://youtu.be/Xo7u1un4Gt0?si=0pH52wADBGyjKM6p

#મહાકુંભ, , #મહાકુંભમેળો, mahakumbh ki video mahakumbh,mahakumbh prayagraj ka mahakumbh mela,mahakumbh kab se start hoga,mahakumbh 2025 offic...

11/01/2025

*💐મહાકુંભ 2025 નું થીમ સોંગ લોન્ચ:-વિશ્વાસ અને સંસ્કૃતિનું સંગીતમય પ્રસ્તુતિ"~ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ # કુંભ 2025 “મહા કુંભ હૈ” ના થીમ ગીતનું અનાવરણ કર્યું, જેમાં કૈલાશ ખેર ગાયક, આલોક શ્રીવાસ્તવના કાવ્યાત્મક ગીતો અને ક્ષિતિજ તારેનું ભાવપૂર્ણ સંગીત, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભાવનાને કબજે કરે છે. ના મહા કુંભનો તહેવાર ઉજવો.. બાપા સીતારામ🙏🏻.*

09/01/2025

રાજસ્થાનમાં હોટ એર બલૂનિંગ, હિમાચલમાં પેરાગ્લાઈડિંગ, ઉત્તરાખંડમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ, આપણા દેશના દરેક ભાગમાં સુંદર નજા...
07/01/2025

રાજસ્થાનમાં હોટ એર બલૂનિંગ, હિમાચલમાં પેરાગ્લાઈડિંગ, ઉત્તરાખંડમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ, આપણા દેશના દરેક ભાગમાં સુંદર નજારો તેમજ Adventure Activities છે, જો તમને મુસાફરીની સાથે Adventure ગમે છે, તો Google પર નહી. અહીં મળશે તમને તમારા પ્રશ્નોના જવાબો, ભારતના કયા રાજ્યમાં કઈ સાહસિક પ્રવૃત્તિ થાય છે, અમે સંપૂર્ણ નકશો તૈયાર કર્યો છે.

તો આ ધ્યાનથી વાંચો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારી આગામી Adventurous Trip ની તૈયારી શરૂ કરો.

Khel mahakumbh 3.0 Opening Rajkot, saurashtra university
04/01/2025

Khel mahakumbh 3.0 Opening
Rajkot, saurashtra university

રોડ પર જ્યારે રોયલ એનફિલ્ડને ‘ઢુગ ઢુગ’ કરતું જતું જોઉં એટલે એક વ્યક્તિ યાદ આવે…એ વ્યક્તિ એટલે આ પોસ્ટનાં ફોટોમાં જે છે એ...
03/01/2025

રોડ પર જ્યારે રોયલ એનફિલ્ડને ‘ઢુગ ઢુગ’ કરતું જતું જોઉં એટલે એક વ્યક્તિ યાદ આવે…એ વ્યક્તિ એટલે આ પોસ્ટનાં ફોટોમાં જે છે એ…

રોયલ એનફિલ્ડ એટલે મુળ તો લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્થપાયેલી બ્રિટિશ કંપની એનફિલ્ડ સાયકલ.

કંપનીએ 1932માં પહેલીવાર બુલેટ મોટર સાયકલ બનાવ્યું.

ભારત આઝાદ થયા બાદ આ બ્રિટિશ કંપનીને મદ્રાસ મોટર નામની ભારતીય કંપનીએ ખરીદી લીધી. એ પછી 1994માં ફરી રોયલ એનફિલ્ડને વેંચવામાં આવી. એને ખરીદનાર કંપની હતી આઇશર મોટર્સ…હા, જે આઇશર મોટા ટ્રક બનાવે છે એ જ કંપની.

આઇશર મોટર્સના સીઈઓ વિક્રમલાલને એમ હતું કે રોયલ એનફિલ્ડ આપણને મદદ કરશે. પણ રોયલ એન્ફિલ્ડને લીધે 1999 સુધીમાં કંપની દેવાળું ફૂંકે એ સ્થિતિમાં આવી ગઈ. આખરે ફરી એકવાર રોયલ એનફિલ્ડના માલિક બદલાય એવી સ્થિતિ ઊભી થઈ. વિક્રમ લાલે નક્કી કર્યું કે એનફિલ્ડ કંપની વેંચી દેવી.

એ જ સમયે ઈંગ્લેન્ડથી ભણીને આવેલા એના 26 વર્ષના દીકરાએ કહ્યું, “ડેડ, એક ચાન્સ મને આપો…”

એ યુવાને રોયલ એનફિલ્ડ ખૂબ ચલાવી, એનફિલ્ડ વાપરનાર લોકોને સતત મળ્યો…1999થી 2003 એમ ચાર વર્ષ એ આ બાઇકને વધૂને વધૂ બહેતર બનાવવા સતત મથ્યો. અને 2003થી રોયલ એનફિલ્ડ નવા રૂપ રંગ, ડિઝાઇન, કંફર્ટ સાથે માર્કેટમાં આવી. 2003માં એનફિલ્ડ કિંમત હતી 55000 રૂપિયા.

આ બાઇકના નવા અવતારને અને એના વેચાણના લીધે આઇશર મોટર કંપની દેવાળું ફૂંકવામાંથી બચી ગઇ. 2004માં એકત્રીસ વર્ષનો એ યુવાન કંપનીનો એમડી બન્યો. આઇશર મોટર પંદર જેટલા અલગ અલગ બ્રાન્ડ કે ધંધા કરતી હતી એમાંથી અમુક વેંચીને અમુક બંધ કરીને નવા એમડીએ માત્ર બે વસ્તુ પર ફોકસ કર્યું. રોયલ એનફિલ્ડ બાઈક અને મોટા ટ્રક. આજે એ વ્યક્તિ એકાવન વર્ષનો છે. હાલ પણ કંપની ચલાવે છે.

એ વ્યક્તિ એટલે આ ફોટોમાં જેને જુવો છો એ સિદ્ધાર્થ લાલ.

હાલ તો આપણે રોડ પર જોઈએ જ છીએ કે રોયલ એનફિલ્ડ સતત સમય સાથે કેવા અદભૂત રૂપે અવતરતી રહે છે. જે બાઈક માત્ર ટુરિસ્ટ કે રાઇડર કે આર્મી કે પોલીસ માટે જ વપરાતી એ બાઇકને સિદ્ધાર્થ લાલે એવી રીતે મૂકી કે એ બાઈકપ્રેમીઓના હૃદયમાં સતત વધુને વધુ મજબૂત સ્થાન બનાવતી ગઈ.

સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “છવ્વીસ વર્ષની ઉમરે એ મારા માટે અદભૂત fun હતો કે હું ખાતા,પિતા, સૂતા, બોલતા બસ આ મોટરસાયકલ વિશે જ વિચારતો રહેતો.”

****
આ વાત આજે એટલે યાદ આવી કે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતનું ઓટો સેકટર મંદીમાં છે ત્યારે આ આઇશર મોટરના ડિસેમ્બરમાં ક્વાટરના રીઝલ્ટમાં એનો રેવન્યુ અને પ્રોફિટ આશા કરતા ઘણો વધુ આવ્યો. આ ગ્રોથનું કારણ રોયલ એનફિલ્ડ…અને આ સમાચાર સાથે આજે એક જ દિવસમાં આઇશર મોટરનો શેર 8.55% વધ્યો. આ એકના લીધે બીજા બધા ઓટો સેક્ટરમાં શેરને આજે ફાયદો મળ્યો છે.

અચ્છા, 2003માં જ્યારે આ મોટરસાયકલ નવા રૂપે આવી ત્યારે એની કીમત જેટલા જ એટલે કે 55000 રૂપિયાના આઇશર મોટરના શેર કોઈ લીધા હોત અને મૂકી રાખ્યા હોત તો? તો આજે એ રકમ દોઢ કરોડથી વધુ હોત…અને હા આજે પણ એક નવું બુલેટ આવી જાય એટલા રૂપિયા કુલ ડીવડીન્ટ મળ્યું હોત એ અલગ.

કંપનીઓ પોતાની બ્રાન્ડ માટે હીરો, હિરોઈન કે સ્પોર્ટ્સ પર્સંનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા હોય છે..પણ રોયલ એનફિલ્ડના કેસમાં લોકો માટે એનો મેનેજિંગ ડિરેક્ટર પોતે જ એનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો.

છેલ્લી એક વાત…કોઈપણ કંપની નવું બાઈક કે નવું મોડેલ બજારમાં મૂકે એટલે એની એડ ચલાવે…પણ તમે ક્યારેક ટીવી કે યુટયુબમાં રોયલ એનફિલ્ડની એડ જોઇ ?

-કાનજી

02/01/2025

Address

Port Porbandar

Website

Alerts

Be the first to know and let us send you an email when Porbandar.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Porbandar.com:

Videos

Share

Category