01/09/2022
"કુલધરા" - હોન્ટેડ પ્લેસ
===============
અહીંયા એવું કહેવાય છે કે રાત્રે કોઈ રહી શકતું નથી.
વર્ષો પહેલા પાલીવાલ બ્રાહ્મણો રહેતા અને કોઈ કારણોસર અચાનક રાતોરાત આખું ગામ વિરાન થઇ ગયું જેનું રહસ્ય હાજી અકબંધ છે.
આમ તો અવારનવાર રાજસ્થાન જવું ગમે છે કારણકે ત્યાંનું ક્લચર અને ઐતિહાસિક સ્થળો ખુબ મજાના અને જાણવા લાયક હોઈ છે.
મારા અગાઉના પ્રવાસમાં જેસલમેરના રણમાં જતી વખતે કુલધરા ગામનું બોર્ડ આવ્યું અને બોર્ડ તો કેવું કે પથ્થર પર લખેલું એટલે મને મગજમાં તરત યાદ આવ્યું કે આ ક્યાંક સાંભળેલું છે અને વાંચેલું પછી થોડું જાણ્યું એટલે ખબર પડી કે હા આ એજ ગામ છે જે ભૂતોના ગામ કે હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખાય છે. પરંતુ તે વખતે જવાનો સમય ના મળ્યો એટલે પછી મનમાં નક્કી કરેલું કે ફરી આવ્યું ત્યારે ચોક્કસ જવાની કોશિશ કરીશ.
આ વખતના રાજસ્થાન પ્રવાસમાં સ્પેશ્યલ એ ગામમાં જવાનું નક્કી કર્યું કારણ કે જાણવાની ઉત્સુકતા હતી કે ખરેખર ગામમાં કઈ રીત નું છે અને ઇતિહાસ શું કહે છે.
=================
કેવી રીતે પહોંચી શકાય ??
=================
જેસલમેર થી તમે સમનું રણ (Sam Dunes) જાવ ત્યાં રસ્તામાં ડાબી બાજુ કુલધરા ગામનું બોર્ડ આવશે ત્યાં જવાનો રસ્તો એમતો સાવ સુમસામ કારણ કે એમ પણ જેસલમેરથી આગળના તમામ રસ્તાઓ મોટા ભાગે સુમસામ રહે છે એટલે ગાડીમાં પાણીની, નાસ્તાની તેમજ ગાડીને લાગતો બધો સામાન સાથે જ રાખવો જેથી હેરાન થવું રહે નહિ.
કુલધરા ગામ મુખ્ય રોડથી લગભગ 5 થી 6 કિલોમીટર જેવો રસ્તો છે. અત્યારે એને હેરિટેજ સ્થળ તરીકે સરકાર દ્વારા ઓળખાવ્યું છે. ત્યાં એન્ટ્રી થતાની સાથે વ્યક્તિ દીઠ 10 રૂપિયા જેવી ટિકિટ છે જેની કોઈ રસીદ નહિ પરંતુ એક વ્યક્તિ ત્યાં ઉભેલો હોઈ છે.
તઅમે પહોંચ્યા ત્યારે અમારા સિવાય કોઈ હતું નહિ એક પોલીસ વાળો ભાઈ ટિફિન લઈ અને બેઠેલો બાકી એકદમ સુમસામ જગ્યા લગભગ મકાનો પડેલા અને ભાંગેલી અવસ્થામાં છે પરંતુ થોડાક મકાનો, મંદિર અને એક સ્તંભને સારું મેન્ટેન કરેલું છે અને રંગ રોગાન કરેલ છે.
એની ગલીઓમાં આંટાફેરા કર્યા એક વાત સાચી કહી શકાય કે આમ વેરાન હોવાને લીધે અને એ ગામના ઇતિહાસ પ્રમાણે થોડીક એવી ફીલિંગ અને મનમાં એવા તરંગો ઉદ્ભવે કે અહીંયા કૈંક તો હશેજ અને કેમ નહિ જ્યાં જન્મ થયો હોઈ અને છોડીને જવું પડે એમાં લોકોનો જીવ હોઈ એમાં કશું ખોટું નથી.
એ બાજુ મુલાકાત લેજો એ ગામની,,,,
સ્થળ :: કુલધરા ગામ
જી. જેસલમેર
રાજસ્થાન