10/04/2024
*સત્ય ઘટના* એક પવિત્ર ડૉક્ટર બ્રાહ્મણની... 🌹🌸🌹
લગ્ન નિર્ધારિત થઇ ગયાં હતાં. કંકોતરીઓ વહેંચાઇ ગઇ હતી. ગ્રહશાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા. બધું જ તૈયાર હતું પણ ખાટલે મોટી ખોડ કે ગોર મહારાજ જ ગાયબ હતા.
કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઇ હોવાથી આવી નહીં શકાય. યજમાન મોટી મૂંઝવણમાં મુકાઇ ગયા. લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે. વરના પિતા રડમસ થઇ ગયા. હવે શું કરવું? 😔
*મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો. માત્ર એટલું જ બોલ્યો, ‘ઘરમાં અબોટિયું કે પીતાંબર છે?’ ફટાફટ વ્યવસ્થા થઇ ગઇ. કોટ, પેન્ટ અને ટાઇ ઊતરી ગયાં. અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણનાં વસ્ત્રો ચડી ગયા. એ યુવાને શુદ્ધ ઉચ્ચાર 🕉️ સાથે અસ્ખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી.* 👏👏
બધા ખુશ પણ થઇ ગયા અને સ્તબ્ધ પણ. જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું, ‘આવતીકાલે લગ્ન રાખ્યાં છેને? જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો. મારાથી વધારે સારી રીતે ઉચ્ચારશુદ્ધિ ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે. હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું.’☺️🚩
વરના બાપે કાર્ડમાં નામ વાચ્યું તો મોટી આંખો વધુ મોટી થઇ ગઇ. કાર્ડમાં નામ લખ્યું હતું:
🩺 *ડો. ભાસ્કર યુ. વ્યાસ, એમ.ડી. (પેથોલોજી).* કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીદાટ કારમાં બેસીને રવાના થઇ ગયો. વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા, જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા. પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઊઠી.
એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે? *ડો. ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે. પિતા વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઇએ છ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશાળામાં પ્રવેશ લીધો.* 👌 પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા. ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી. *પૂજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા શીખ્યા. લઘુરુદ્ર, નવચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, રુદ્રી, સૂર્યનારાયણની સ્તુતિ, વાસ્તુવિધિ, યજ્ઞો