22/10/2022
શું અપમાનિત થવા માટે એસબીઆઇ બેન્કમાં જવાનું છે,...
મિત્રો,... હું રોનક શાહ,... રાણીપ નો રહેવાસી,.... અને એસબીઆઇ બેન્ક નો ખાતાધારક,...
આજે એક ઘટના બની,... અમદાવાદની ન્યુ રાણીપ ખાતે આવેલ sbi બ્રાન્ચમાં,.. ફોરેક્સ ના કામ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી sbi ની ઉપરોક્ત બ્રાન્ચમાં જવાનું થતું હતું.,..
જે બેન,... ફોરેક્સ નું કામ સંભાળે છે,... તેમનો તુંડ મિજાજી સ્વભાવ નો સામનો એકવાર તો કર્યો,..
નમ્રતાથી એ બેનને કીધું કે,... આવી રીતે sbi ગ્રાહકનું અપમાન ના કરો,...
ફોરેક્સ નું એ અધૂરું રહેલું કામ અર્થે,...
આજે ફરીવાર,... Sbi ની ન્યુ રાણીપ બ્રાન્ચમાં જવાનું થયું,..
મેનેજર શ્રી ને મળ્યો,... અને તેમને મને એ બેન ના ટેબલ ઉપર જવાનું કહ્યું,...
મેનેજર શ્રી ના કહેવાથી,... હું એ બેનની પાસે ગયો,.. અને એટલામાં જ મેનેજર શ્રી ને કોઈ કામ અર્થે એ બેન ની જોડે આવવાનું થયું,... એ સમયે બેંકમાં લગભગ લગભગ 25 થી 30 વ્યક્તિઓ હાજર હતા.
શું ખબર,... એ બેનને એટલો બધો ગુસ્સો આવ્યો કે,.. મેનેજર શ્રી ને કહેવા લાગ્યા કે,.. હું આમનાથી edited થઈ ગઈ છું,...
તેમને કહો કે,.. બે કલાક પછી આવે
મારી ઉંમર 52 વર્ષની છે,... જિંદગી ઉન્નત મસ્તકે જીવી છે,
કોઈપણ જાતના કારણ વગર,...
Sbi bank એ આપેલા એકાધિકારથી તેમણે મારું અપમાન કરી નાખ્યું,...
અપમાનનો આ ઘુંટડો પીને,... બેંકની બહાર નીકળ્યો,... આંખમાં પાણી,.. અને મનમાં થયેલા આ અપમાનની ભુતાવળ,.. સતત અથડામણ કરી રહી હતી,...
Sbi bank ના કર્મચારી શ્રી એ કહેલ શબ્દ અને વાક્ય મનમાં વિચારોનું વલોણું બની ગયા હતા,... ત્યારે activa અચાનક સ્લીપ થઈ ગયું,... સ્નાયુઓ ખેંચાઈ ગયા,... પગે છોલઈ ગયું,.. ડિપ્રેશનની આ અવસ્થામાં,.. હું આપ સૌની સમક્ષ મારા હૃદયની વેદના ઠાલવી છે,...
ન્યુ રાણીપ બ્રાન્ચમાં અથવા sbi ની કોઈપણ બ્રાન્ચમાં જે ખાતાધારકો હશે તેઓને આવા નાના મોટા કડવા અનુભવ થયા જ હશે,...
કર્મચારી શ્રી નો ગુસ્સો,... એના ગ્રાહક ઉપર,... એના જીવન ઉપર કેટલી અસર કરે છે તેનો હું દાખલો છું,...
ઘાયલ અવસ્થામાં હું,... Sbi ની મુખ્ય કચેરી લાલ દરવાજા ખાતે આવેલ છે,... ત્યાં પણ ગયો,... અને શ્રી પ્રકાશભાઈ ને જાણ કરી કે મારે તમને મળવું છે,... પરંતુ તેઓએ ના પાડી,.. આજે સમય નથી,...
ઘાયલ થયેલું મારું શરીર,... અને અપમાનીત થયેલ મારું મન,... આપ સૌને પ્રાર્થના કરે છે કે,.. આ પોસ્ટને વધારે ને વધારે શેર કરજો જેથી કરીને એસબીઆઈ બેંક આવા મિસ બીહેવીયર ધરાવતા કર્મચારીઓ ઉપર લગામ નાખી શકે.